Rajkot: રાજકોટ શહેરમાં ઘરઘાટી, નોકર, રસોઈયા, વોચમેન વગેરેની વિગતોની પોર્ટલ પર નોંધણી ફરજીયાત

તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

નોકરો-કામદારોના આધાર-પુરાવા સહિતની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું

Rajkot: રાજકોટ શહેરમાં ગુનાખોરી નિયંત્રણ માટે ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઇયા, વોચમેન, માળી વગેરેની વિગતો ઓનલાઇન પોર્ટલ પર નોંધાવવા તેમજ પોલીસ સ્ટેશનમાં આધાર-પુરાવા સહિતની વિગતો જમા કરાવવાનું ફરજીયાત બનાવાયું છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું જારી કર્યું છે.

આ જાહેરનામામાં જણાવાયું છે કે, ઔદ્યોગિક એકમો, મકાનો, બંગલા, દુકાનો, કારખાનાઓ, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષટાઈલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેક્ટર્સ, ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર્સ કે મેનેજમેન્ટ સ્ટાફના યુનિટમાં હાલમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો મજૂરોની માહિતી, હકીકત અંગેની તમામ નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઈટ (www.gujhome.gujarat.gov.in) અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઈડ એપ્લિકેશન પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ઉપરાંત કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાક્ટના કર્મચારી, કારીગરો, મજૂરો, નોકરોની વિગતોની પણ નોંધણી કરાવવાની રહેશે. આ તમામ વિગતો માલિકે પોતાની પાસે રાખવાની રહેશે તથા માલિકે પોતાના ફોટો અને વિગતો, ઓળખ-પુરાવા, સંપર્ક નંબર સાથેનું નિયત નમૂનાનું ફોર્મ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

જો કામે રહેનાર વ્યક્તિ રાજ્ય બહારની હોય તો ઓળખાણ આપનાર તરીકે બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગુજરાતી અને એક વ્યક્તિ જે-તે જિલ્લા (રાજ્ય)ની હોવી જોઈએ.

આ જાહેરનામું તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો