તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
પસંદગીના નંબરો માટે ૦૬થી ૧૧ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોને લગતી GJ 03 CX સિરીઝનું ઈ-ઓક્શન તા. ૦૬/૧૧/૨૦૨૬ થી શરૂ કરવામાં આવનાર છે. GJ 03 CX સિરીઝમાં પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી parivahan.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.
ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર મેળવવા માટે તા. ૦૬/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી તા. ૧૧/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. ૧૧/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૧ કલાકથી તા. ૧૩/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૩/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૧૫ કલાકે પરિણામ ઓનલાઈન જાહેર થશે.
ઓનલાઈન અરજી કરવા માટે અરજદારે parivahan.gov.in વેબસાઈટ પર જઈ વેબસાઈટમાં દર્શાવેલા ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરી ‘Fancy Number Booking’ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં ‘Public User’ પસંદ કરી આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ત્યારબાદ પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લઈ શકાશે. હરાજીમાં નંબર મળ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરી આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂવલ લઈ નંબર મેળવવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે તેમજ વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે અને સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.









