નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૫ મી નવેમ્બરે વિશેષ કાર્યક્રમોનું આયોજન થશે

ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લામાં તા.૧૩ થી ૧૮ નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. જેના સુચારૂ આયોજન માટેઈ/ચા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણાના અધ્યક્ષ સ્થાને કલેકટરાલય ખાતે બેઠક મળી હતી.  

આ બેઠકમાં વિવિધ બાબતોની વિસ્તૃત ચર્ચાઓ સંબંધિત અધિકારીઓ સાથે કરવામાં આવી હતી. તા.૧૫ નવેમ્બરનામુખ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લાના ૯૧૬૩ વન અધિકાર અધિનિયમ–૨૦૦૬, કુંવરબાઇનું મામેરૂ, વ્યકતિગત આવાસ સહિતના લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.

તા.૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમો થશે. જિલ્લામાં છ સ્થળોએ(૧) લાલ ડુંગરી, બામટી, ધરમપુર, (૨) હેલીપેડ ગ્રાઉન્‍ડ્, નાનાપોંઢા, (૩) સરઈ મેદાન, ઉમરગામ, (૪) ચંદ્રમૌલેશ્વર હોલ વલસાડ, (૫) નગરપાલિકા ઑડિટોરિયમ હોલ, પારડી અને (૬) મહાનગરપાલિકા ઑડિટોરિયમ હોલ, વાપી ખાતે કાર્યક્રમો થશે.

​જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા માટે ખુબ મહત્વનો કાર્યક્રમ છે. આદિવાસી વિસ્તારનાતાલુકાઓમાં સુચારૂ આયોજન થાય તે માટે અધિકારીઓએ તકેદારી રાખે તે જરૂરી છે. તેમણે જુદા જુદા અધિકારીઓને સોંપવામાંઆવેલી કામગીરીની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

​વલસાડ જિલ્લામાં તા. ૧૩ ઓકટોબરના રોજ આદિવાસી યુવા સંવાદ – સંમેલનો થશે. જેમાં આદિજાતિવિધાનસભા ક્ષેત્ર મુજબ ૫૦૦ યુવાઓ સાથે નિયત કરેલા વિષયો પર સંવાદ કરવામાં આવશે. તા.૧૪/૧૧/૨૦૨૬ ભગવાન બિરસામુંડાજી તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીની પ્રતિમાઓની સાફ સફાઈ અને પુજાવિધિ તથા સાધુ સંતોનું સાલ દ્વારા સન્માન કરાશે. તા.૧૬/૧૧/૨૦૨૬ પ્રબુધ્ધ નાગરિક સંમેલન દરેક આદિજાતિ જિલ્લામાં જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન થશે. તા.૧૭/૧૧/૨૦૨૬ નારોજ વિલુપ્ત થતી પરંપરાગત રમતોની સ્પર્ધા યોજવામાં આવશે. તા.૧૮–૧૧–૨૦૨૬ ના રોજ મહિલા સંમેલનનું આયોજન કરવામાંઆવ્યું છે.

​પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકીએ બેઠકમાં અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભગવાન બિરસામુંડાજીની જન્મ જયંતિને અનુલક્ષીને યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો