ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વંદના મીણાએ તેમનો અખત્યાર સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે, અતિરાગ ચપલોતની બદલી કચ્છ–ભુજ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ અખત્યાર સંભાળી નવા જિલ્લાપંચાયત ભવનનું નિરીક્ષણ અને અધિકારીઓ પાસે કામગીરીની માહિતી મેળવી હતી. તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી પણતેમની સાથે જોડાયા હતા.
વંદના મીણા ભારતીય વહીવટી સેવામાં ગુજરાત કેડર ૨૦૨૨ બેચ અધિકારી અને રાજસ્થાનના વતની છે. તેમણે B.Sc. (Mathematics Honours) નો અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ મદદનીશ કલેકટર તરીકે મોડાસા, મદદનીશ કલેકટર કેશોદ,જુનાગઢ અને ઓકટોબર–૨૬ થી પ્રાયોજના વહીવટદાર મહિસાગર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.











