ઝઘડિયાના વિવિધ ગામોમાં શાળાના બાળકોને યુનિફોર્મ અને સ્કૂલ બેગનું વિતરણ, કપિલાબેન વસાવાની સરાહનીય પહેલ

ઝઘડિયાના વિવિધ ગામોમાં શાળાના બાળકોને યુનિફોર્મ અને સ્કૂલ બેગનું વિતરણ, કપિલાબેન વસાવાની સરાહનીય પહેલ

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સામાજિક સેવાકાર્યની સરાહનીય પહેલ સામે આવી છે. ઝઘડિયા તાલુકા પંચાયતનાં સદસ્ય અને ન્યાય સમિતિનાં અધ્યક્ષ કપિલાબેન અરુણભાઈ વસાવા દ્વારા તાલુકાનાં વિવિધ ગામોની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને યુનિફોર્મ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય અભિયાન અંતર્ગત કપાટ, તેજપોર, રાજપરા, રૂપણીયા, માંડવી, જાબોલી સહિત અન્ય ગામોની શાળાઓમાં જઈને જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. આ પહેલથી શાળાનાં બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.શિક્ષણના ક્ષેત્રમાં બાળકોને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે જરૂરિયાતમંદ પરિવારોનાં બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઈ શકાય તેવા હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે અરુણભાઈ વસાવાનો પરિવાર હંમેશાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી તેમજ શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે યથાશક્તિ યોગદાન આપવાની ભાવના સાથે પરિવાર દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે.આવી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો