અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળ બાદ યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓ (Midterm Elections 2026) ના પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સે વોશિંગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. તમામ પૂર્વ-ચૂંટણી સર્વેના અંદાજો સાચા ઠેરવતા ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ગાબડું પાડ્યું છે.

સેનેટ (Senate) અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of Representatives) બંનેમાં ડેમોક્રેટ્સે મોટો ઉછાળો માર્યો છે. આ ચૂંટણીમાં ભારતીય સમુદાય માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ફ્લોરિડાથી ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર પિયા ડાંડિયા અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ વિજેતા બન્યા છે.
ભારતની રાજ્યસભાની જેમ અમેરિકાની સેનેટ બાદ ભારતની લોકસભા જેવી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ ટ્રમ્પની પાર્ટી પછડાઈ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સના ખાતામાં 200 તો ટ્રમ્પની રિપબ્લિકન્સના ખાતામાં 128 બેઠકો જ આવી છે. અહીં બહુમતીનો આંકડો 218 નો છે.
ચૂંટણીમાં હાર બાદ પણ ટ્રમ્પે ભલે પરાજય સ્વીકારી લીધો પરંતુ તેઓ ડેમોક્રેટ્સને ધમકાવવામાં પાછા નહોતા પડ્યા. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર ટ્રમ્પે એક પોસ્ટ મૂકી હતી. એ પોસ્ટમાં ટોપી પર વીટો લખેલું હતું. એટલે કે તેમણે પોતાને વીટો મેન ગણાવ્યા હતા. વીટો એટલે કે અમેરિકાના પ્રમુખ પાસે રહેલી શક્તિઓ હોય છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં હવે ડેમોક્રેટ્સ પાસે બહુમતી આવી જતા ટ્રમ્પે આ ધમકી આપી હતી.
અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે અમેરિકાની જનતાએ ભાગલા પાડવાની રાજનીતિ ફગાવીને એકતા અને નક્કર ઉકેલ ઈચ્છતા નેતાઓને પસંદ કર્યા છે. તેમણે તમામ ઉમેદવારો, ચૂંટણી અધિકારીઓ અને સ્વયંસેવકોનો આભાર માનતા ભવિષ્ય માટે મજબૂત પાયો નાખવાની હાકલ કરી છે.
અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટો ધમાકો કર્યો છે. બંને ગૃહોમાં બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્રમ્પ માટે આ મોટો ઝટકો ગણાવાઈ રહ્યો છે. હવે અમેરિકન સેનેટ અને અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એમ બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનો દબદબો દેખાશે. જેના કારણે ટ્રમ્પ સરકારને તેના નિર્ણયો લાગુ કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ એ છે કે મિડટર્મ ચૂંટણીમાં મિશિગનની હાઈપ્રોફાઈલ સેનેટ સીટ પર ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સઈદને લીડ મળી રહી છે. તે હરીફ ઉમેદવાર કરતા 3% વૉટ સાથે આગળ છે. આ બેઠક પર સૌની નજર છે કેમ કે ટ્રમ્પ અબ્દુલ અલ સઈદને જેહાદી ગણાવી ચૂક્યા હતા.
અમેરિકન રાજકારણમાં સત્તાની સાઠમારી હંમેશાં રસપ્રદ રહી છે. 2026 ની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ ગૃહ (House of Representatives) અને સેનેટ બંને પર નિયંત્રણ મેળવ્યા બાદ વોશિંગ્ટનમાં સત્તાનું નવું સમીકરણ રચાયું છે. આ રાજકીય બદલાવ વચ્ચે ‘વીટો’ (Veto) અમેરિકામાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ બની ગયો છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ‘વીટો’ લખેલી લાલ MAGA ટોપી પહેરેલો ફોટો પોસ્ટ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ કોંગ્રેસ દ્વારા પસાર થતા કાયદા રોકવા માટે પોતાની આ બંધારણીય શક્તિનો પૂરો ઉપયોગ કરશે.
અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન અને પછડાટ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. એક તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે બેલેટ પેપર મારું નામ હોત તો અમે ભારે બહુમતથી ચૂંટણી જીત્યા હોત, તો બીજી તરફ તેમણે ચૂંટણીના પરિણામો સ્વીકારવાની અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ટ્રમ્પના આ નિવેદનો હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.










