મુંબઈના મેયર રિતુ તાવડેએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી સૌજન્ય મુલાકાત

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

મુંબઈ અને જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયો વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન અંગે થઈ ચર્ચા

 

GIFT સિટીની મુલાકાત દરમિયાન આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિકાસકાર્યોથી પ્રભાવિત થયાં મુંબઈનાં મેયર

 

ગાંધીનગર: ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાનાં મેયર રિતુ રાજેશ તાવડેએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મુંબઈના વીરમાતા જિજિબાઈ ભોસલે બોટાનિકલ ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય (ઝૂ) તથા જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન અને આદાનપ્રદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

મુલાકાત દરમિયાન મુંબઈ અને ગુજરાત વચ્ચે પ્રાણી સંગ્રહાલયના સંચાલન, વન્યજીવ સંરક્ષણ તેમજ પ્રાણીઓની જાળવણી સંબંધિત અનુભવો અને સંકલનની સંભાવનાઓ અંગે પરામર્શ થયો હતો. બંને પ્રાણી સંગ્રહાલયો વચ્ચે પરસ્પર સહયોગ વધે અને વન્યજીવ સંરક્ષણની કામગીરીને વધુ વેગ મળે તે દિશામાં આ ચર્ચા મહત્ત્વપૂર્ણ બની રહી હતી.

 

આ ઉપરાંત, મુંબઈનાં મેયર રિતુ તાવડેએ ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી)ની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલા GIFT સિટીની આધુનિક માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય કક્ષાની નાણાકીય સેવાઓ અને ટેકનોલોજી આધારિત વિકાસથી તેઓ પ્રભાવિત થયાં હતાં.

 

GIFT સિટી ગુજરાતને વૈશ્વિક નાણાકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેની મુલાકાત દરમિયાન અહીં વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ અને ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ તેમણે રસ દાખવ્યો હતો.

 

આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની આ એક દિવસીય મુલાકાત દરમિયાન મુંબઈનાં મેયરે રાજ્યમાં ચાલી રહેલી વિકાસલક્ષી પહેલો અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે જાણકારી મેળવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો