મેઘરજના તરકવાડા ચાર રસ્તા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, યુવકને માથાના ભાગે ગંભીર ઈજા – 112ની ટીમનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના તરકવાડા ચાર રસ્તા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, યુવકને માથાના ભાગે ગંભીર ઈજા – 112ની ટીમનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ

ઇસરી પોલીસની 112 ઇમરજન્સી નીસેવાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પાંચ કિલોમીટર સુધી મૂવમેન્ટ કરી ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના તરકવાડા ચાર રસ્તા નજીક બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખુમાપુર ગામના રહેવાસી મુકેશભાઈ રામભાઈ તરારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવારની જરૂર પડી હતી.

અકસ્માતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસરી પોલીસ સ્ટેશનની 112 ઇમરજન્સી સેવા તાત્કાલિક મદદે પહોંચી હતી.112ની ટીમમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ UHC નરેશભાઈ વિરમભાઈ, ALR મેહુલકુમાર અમૃતભાઈ, હોમગાર્ડ જ્યંતિભાઈ ડામોર અને ડ્રાઈવર પ્રતાપભાઈ સુફરાભાઈએ માનવતાભર્યું કાર્ય કરી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે CHC ઇસરી ખાતે પહોંચાડ્યો હતો.મળતી વિગતો મુજબ, બેઝ પોઈન્ટ નજીક અકસ્માતની જાણ થતાં 112 ની ગાડીએ તાત્કાલિક ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.

અકસ્માતના  સમયે ઇમરજન્સી સેવાની ટીમે તાત્કાલિક નિર્ણય લઈ ઇજાગ્રસ્તને સારવાર સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આ ઘટનાએ ઇમરજન્સી સેવા દરમિયાન માનવતાના અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો