WAKANER:વાંકાનેર  એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા ગ્રીન દિવાળી અંતર્ગત દર વર્ષ ની જેમ સેવા વસ્તીમાં સેવાકીય પ્રવૃત્તિ

WAKANER:વાંકાનેર  એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા ગ્રીન દિવાળી અંતર્ગત દર વર્ષ ની જેમ સેવા વસ્તીમાં સેવાકીય પ્રવૃત્તિ

વાંકાનેર: વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય, વાંકાનેર દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે *ગ્રીન દિવાળી* ની ઉજવણીના ભાગરૂપે એક સરાહનીય સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવાળી એ પ્રકાશ અને ખુશીઓનો પર્વ છે, જેની સાચી ઉજવણી જરૂરિયાતમંદોને સામેલ કરવાથી જ સાર્થક બને છે, એ ઉમદા વિચાર સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ અને દાતાશ્રીઓના સહકારથી જીવનજરૂરી ચીજવસ્તુઓનું એકત્રિકરણ કરવામાં આવ્યું હતું.

 

ત્યારબાદ શાળા પરિવાર દ્વારા સેવા વસ્તીની રૂબરૂ મુલાકાત લઈ જરૂરિયાતમંદ પરિવારોને આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના *ટ્રસ્ટીશ્રી અમરશીભાઈ મઢવી તથા કલ્પેંદુભાઈ મહેતા* ની વિશેષ ઉપસ્થિતિ તેમજ અન્ય ટ્રસ્ટી ગણના આર્થિક સહયોગ અને માર્ગદર્શનથી સમગ્ર સેવાકાર્યને પ્રેરણા મળી હતી.

આ પ્રવૃત્તિ દરમિયાન શાળાની પ્રત્યેક વિદ્યાર્થીની બહેનો દ્વારા આખા પરિવારના સભ્યોને કપડાં અને અન્ય સામગ્રી અને નાના બાળકોને નાસ્તો અને રમકડા જરૂરિયાતમંદ પરિવારોના આપ્યા બાળકોના ચહેરા પરનો આનંદ એ શાળા પરિવાર માટે સાચી દિવાળી હતી. આ માધ્યમથી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે *સેવાભાવ, કરુણા, સહાનુભૂતિ અને સામાજિક જવાબદારી* જેવા જીવનમૂલ્યોનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો.

આ સેવાકાર્યને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી દર્શનાબેન જાની તથા સમગ્ર શિક્ષકગણે સૌ દાતાશ્રીઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો ગ્રીન દિવાળીની સાચી ઉજવણી – સેવા વસ્તીમાં ખુશીઓની વહેંચણી

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો