ધનસુરા પ્રાથમિક શાળા નંબર-1માં કલેક્ટર મિલિન્દ બાપનાની મુલાકાત બાદ મધ્યાહન ભોજનની ગેરરીતિ સામે કડક કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ધનસુરા પ્રાથમિક શાળા નંબર-1માં કલેક્ટર મિલિન્દ બાપનાની મુલાકાત બાદ મધ્યાહન ભોજનની ગેરરીતિ સામે કડક કાર્યવાહી

ધનસુરા : અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર-1 ખાતે આકસ્મિક મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિઓ સામે આવતાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા શૈક્ષણિક તંત્રમાં ખળભળાટ મચ્યો છે.

કલેક્ટરની મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણમાં ગેરરીતિઓ ધ્યાને આવતાં સંબંધિત નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે યોજનાના સંચાલકને દૂર કરવા સંબંધિત મામલતદારને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત શાળાની કામગીરી અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલનમાં જવાબદારી નક્કી કરી શાળાના સંબંધિત આચાર્ય સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવું તંત્રની જવાબદારી છે. સરકારી યોજનાઓના અમલીકરણમાં બેદરકારી કે ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો