મહીસાગર માં નાયબ કલેકટરના ચેકિંગનો પડદાફર્શ, કાર્યવાહી થી ફફડાટ

મહીસાગર માં નાયબ કલેકટરના ચેકિંગનો પડદાફર્શ કાર્યવાહી થી ફાફડાટ

સો રૂપિયાના સ્ટેમ્પના 110 વસુલતા 2 ઈ સ્ટેમ્પિંગ કેન્દ્રોના સંચાલકો ઝડપાયા ..

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લામાં કેમ વેચાણમાં ચાલતી ઉઘાડી લૂંટ અને ખાડા બજાર ઉપર આવેલી તંત્રની મોટો પડદા પાસ કર્યો છે નાગરિકોને સરકારી નિયત ભાવે સ્ટેમ્પિંગ મળી રહે અને સંચાલકો એક પણ રૂપિયો વધારાનો ઉઘરાવે તે સુંદર સિદ્ધ કરવા નાયબ કલેક્ટર ક્યાંથી મકવાણાના સીતા માર્ગદર્શન હેઠળ હાથ ધરેલા સ્ટીંગ ઓપરેશનમાં બાલાસિનોર અને વડગામના કેન્દ્રના સંચાલકો ગ્રાહક પાસેથી વધુ નાણાં વસૂલતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાયબ કલેકટર રૂબરૂ સ્થળ પર પહોંચી રજીસ્ટર અને ઓનલાઈન સ્ટોકની જીણવડ પરી તપાસ કરતા ચોકાવનારી ક્ષતિઓ બહાર આવી હતી જેમાં બાલાસિનોર કેન્દ્ર ખાતે ઓનલાઈન રેકોર્ડ પર 142 તેમ બોલતા હતા જ્યારે ભૌતિક ગણતરીમાં માત્ર 140 જ મળી આવ્યા હતા. તથા ગ્રાહકો પાસેથી ફરજિયાત ફોર્મ નંબર ત્રણ ન ભરાવું રજીસ્ટર ન નિભાવો અને ગ્રાહકના મોબાઈલ નંબરની નોંધણી જ ના કરવી જેવી ગંભીર બાબતો સામે આવી હતી.

વડગામ ખાતે ઓનલાઇન સિસ્ટમમાં 66 સ્ટેમ્પનું સ્ટોક દર્શાવતો હતો પરંતુ સ્થળ પર તપાસ કરતા માત્ર 53 સ્ટેમ્પ જ હાજર મળ્યા હતા. આ 13 સ્ટેમ્પ ની ઘટ અંગે સંચાલક કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો જેથી ગુજરાત સ્ટેમ્પ રૂલ્સ 2014 ના નિયમ 37 હેઠળ બંને સંચાલકો સામે મહીસાગર ના કલેકટર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બાલાસિનોર સંતરામપુર અને કડાણા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી નાયબ કલેક્ટર અને કર્મીઓની સરપ્રાઈઝ સ્ટીમ ડમી ગ્રાહક બનીને સો રૂપિયાનો સ્ટેમ્પ ખરીદવા પહોંચી હતી બાલાસિનોર ખાતેના કેન્દ્રના સંચાલક અને ખાનપુર તાલુકાના વડગામ ખાતે આવેલ કેન્દ્રના સંચાલક ₹ 100 ના સ્ટેમ્પ ના બદલામાં રૂપિયા 110 વસૂલતા કેમેરામાં અને ટીમ સામે આબાદ પકડાઈ ગયા હતા.

મહીસાગર જિલ્લા નાયબ કલેકટર એચ.ટી મકવાણાએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જિલ્લાના તમામ 59 ઇસ સ્ટેમ્પિંગ કેન્દ્ર પર હવે સતત ગુપ્ત નજર રાખવામાં આવશે અને અચાનક સ્ટોક વેરિફિકેશન તથા સ્ટીંગ ઓપરેશન કરવાનું ચાલુ રહેશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહારાષ્ટ્રના પ્રકાશાથી સુરત તરફ લઈ જવાતો દારૂનો જથ્થો પેરાગામ-ધોળાપીપળા રોડ પરથી ઝડપાયો; બે આરોપીઓની ધરપકડ, અન્ય આરોપીઓ વોન્ટેડ વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી ગ્રામ્ય પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧,૧૦૪ નાની બોટલો સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને નવસારી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. ભરવાડની ટીમ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓ અશોકભાઈ પ્રભુભાઈ તથા શિવરાજભાઈ જોગભાઈને બાતમી મળી હતી કે સફેદ કલરનો બોલેરો મેક્સ પિકઅપ ટેમ્પો નંબર GJ-19-Z-2372માં ખાટલાની આડમાં છુપાવી વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પ્રકાશાથી ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પેરાગામ ચાર રસ્તાથી ધોળાપીપળા તરફ જતા માર્ગ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતાં પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧,૧૦૪ નાની બોટલો, કુલ ૧૯૮.૭૨૦ લીટર, કિંમત રૂ. ૩,૫૦,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૭ લાખની બોલેરો પિકઅપ, બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦ હજાર સહિત કુલ રૂ. ૧૦,૬૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ચેલસિંહ મોહનસિંહ રાજપૂત (ઉંમર ૨૯), મૂળ બાગોડા, જિલ્લા ઝાલોર, રાજસ્થાન, હાલ વરાછા, સુરત અને કિશનસિંહ ચંદનસિંહ ભાટી (ઉંમર ૩૨), મૂળ શિવાણા, જિલ્લા બાલોતરા, રાજસ્થાન, હાલ વરાછા, સુરતનો સમાવેશ થાય છે. બંને પૈકી એક ટેમ્પોનો ડ્રાઇવર અને બીજો ક્લીનર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગુનામાં દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તરીકે નારાયણસિંહ ઉર્ફે જશરાજ દહિયા સહિત અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ જોગભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. સૈયદ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. ભરવાડ, પીએસઆઈ એમ.એલ. સૈયદ, એએસઆઈ રવિન્દ્રભાઈ જયરામભાઈ, એએસઆઈ શૈલેષ જ્ઞાનેશ્વર સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો