દ્વારકાધીશ મંદિર ખાતે પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ અભિયાન: કોર્ન સ્ટાર્ચની ઇકો-ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ, વહીવટદાર તથા SDMની જાગૃતિ અપીલ

દ્વારકા:
યાત્રાધામ દ્વારકાને સ્વચ્છ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) – જામનગરના સંયુક્ત ઉપક્રમે મંદિર પરિસર ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વેપારીઓ અને યાત્રાળુઓને પ્લાસ્ટિકના વિકલ્પરૂપે મકાઈના સ્ટાર્ચ (કોર્ન સ્ટાર્ચ)માંથી બનેલી ૧૦૦% બાયોડિગ્રેડેબલ થેલીઓ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો વિશે સમજ આપી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંદિરના વહીવટદાર તથા એસડીએમ (SDM) દ્વારકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી કે, પર્યાવરણ અને ગૌવંશના હિતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી માત્ર ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવામાં આવે અને પવિત્ર યાત્રાધામને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં સૌ સહયોગ આપે.


_______________
Regards
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,
8758659878
bhogayatabharat@gmail.com









