WAKANER:વાંકાનેરના રાજવી પરિવારના ગૌરવ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનો આજ રોજ જન્મદિવસ: ચારેકોરથી શુભેચ્છાઓનો વર્ષા

વાંકાનેરની ઐતિહાસિક રાજવી પરંપરા અને ગૌરવશાળી વારસાના પ્રતિક સમાન તથા રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાનો આજ રોજ જન્મદિવસ છે. તેમના આ વિશેષ દિવસે રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો, શુભેચ્છકો અને વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા તેમને ઉષ્માભેર જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

રાજવી પરિવારની પરંપરા અને સંસ્કારો સાથે જોડાયેલા કેસરીદેવસિંહ ઝાલાએ જાહેરજીવનમાં પોતાની એક આગવી અને લોકપ્રિય ઓળખ ઊભી કરી છે. વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં તેમના વ્યક્તિત્વ અને લોકસેવાના કાર્યોને કારણે તેમનું એક વિશેષ અને માનભર્યું સ્થાન રહ્યું છે.
તેમના જન્મદિવસના આ અવસરે શુભેચ્છકો દ્વારા તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય, સુખમય અને દીર્ધાયુ જીવન જીવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી છે. તેમજ તેઓ આગામી સમયમાં પણ જાહેરજીવનમાં જનસેવાના માધ્યમથી સમાજ અને ક્ષેત્રના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત થઈ રહી છે.
વાત્સલ્યમ્ સમાચાર પરિવાર પણ શ્રી કેસરીદેવસિંહ ઝાલાને જન્મદિવસની અસંખ્ય શુભકામનાઓ પાઠવે છે.





