તારીખ ૦૫/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વાછાવાડ ગામે પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરી ગામના બાળકોને શિક્ષણની અમૂલ્ય ભેટ અર્પણ કરવામાં આવી હતી. જ્યાં શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. બાળકોને ગુણવત્તાયુક્ત અને સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે તથા તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ આ પહેલનો મુખ્ય સંકલ્પ છે. આ ભાવના સાથે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર સહિત શાળાના આચાર્ય, શિક્ષકગણ, ગામના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, નવા સુવિધાયુક્ત મકાનથી બાળકોના શિક્ષણમાં ગુણાત્મક સુધારો થશે.









