તારાપુર ખાતે અન્ન માટે નું ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરાયું

તારાપુર ખાતે અન્ન માટે નું ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરાયું

 

 

તાહિર મેમણ – આણંદ – 05/11/2026 – ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાઓને લગતી બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મંજૂર થયેલ ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળું નવુ ગોડાઉન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી જરૂરિયાત મુજબનું તમામ અનાજ (ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ, ચણા, મીઠું, ખાંડ વગેરે) નિયમિતપણે પૂરું પાડવામાં આવે છે. તેમણે તારાપુર તાલુકામાં છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ પહોંચી શકે હેતુથી તાલુકાના આશરે ૧૨,૦૮૮ જેટલા પરિવારો અને ૧૧,૧૫૨ જેટલા અંત્યોદય રેશનકાર્ડધારકો સહિત કુલ ૬૦,૦૦૦થી વધુ લોકોને સરકારના નિયમ મુજબ દર મહિને ઘઉં, ચોખા, બાજરી, તુવેરદાળ, ચણા, મીઠું અને ખાંડ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે અને તે ઉપરાંત દિવાળી અને જન્માષ્ટમી જેવા તહેવારો ટાણે સરકાર દ્વારા ખાંડ અને તેલનું પણ વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

 

આ તકે ધારાસભ્ય વિપુલભાઈ પટેલે વિસ્તારના સર્વાંગી વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તારાપુર પંથકમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને માળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવા માટે કનેવાલ તળાવને રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં એડવેન્ચર પાર્ક, બોટિંગ અને ટેન્ટ સિટી જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, તારાપુર ખાતે અંદાજે રૂ. ૩૦૭ કરોડના ખર્ચે બનનાર આણંદ જિલ્લાના સૌથી લાંબા અને ભવ્ય ઓવરબ્રિજ તેમજ સર્વિસ રોડના કામોથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. તારાપુરની નાની ચોકડીને આધુનિક ‘મેગા ચોકડી’ તરીકે વિકસાવવા માટે ફોરલેન કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુમાં તેમણે આ વિસ્તારના યુવાનોને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે જ મળી રહે તે માટે સરકારી કોલેજના નિર્માણની સાથે રૂ. ૭ કરોડના ખર્ચથી આધુનિક પુસ્તકાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓ વધારવા માટે ૮૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ અને સીએસસી (CSC) રોડના વિકાસકાર્યો પણ પ્રગતિ હેઠળ છે. સરકાર દ્વારા જનકલ્યાણ અર્થે કરવામાં આવી રહેલા આ તમામ વિકાસકાર્યોથી તારાપુર તાલુકાના નાગરિકોના જીવનધોરણમાં મોટો સકારાત્મક બદલાવ આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો