MORBI:મોરબીના શહેરીજનો પોતાના આંગણે ઉગાડી શકશે તાજા શાકભાજી: બાગાયત ખાતા દ્વારા સસ્તા દરે બિયારણનું વેચાણ શરૂ કરાયું

MORBI:મોરબીના શહેરીજનો પોતાના આંગણે ઉગાડી શકશે તાજા શાકભાજી: બાગાયત ખાતા દ્વારા સસ્તા દરે બિયારણનું વેચાણ શરૂ કરાયું

કેનીંગ અને કિચન ગાર્ડન યોજના હેઠળ વિવિધ શાકભાજીના બિયારણ સાથે અપાશે તાંત્રિક માર્ગદર્શન; યોજનાનો લાભ લેવા બાગાયત કચેરી, તાલુકા સેવા સદન ખાતે સંપર્ક કરવો

મોરબી શહેરના નાગરિકો પોતાના ઘર આંગણે જ તાજા અને સાત્વિક શાકભાજી ઉગાડીને કિચન ગાર્ડનીંગનો આનંદ માણી શકે તે માટે સરકારના બાગાયત ખાતા દ્વારા પહેલ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘કેનીંગ અને કીચન ગાર્ડન’ યોજના અંતર્ગત શહેરીજનોને પોતાના ઘર આંગણે કે ધાબા પર બાગાયત વાટિકા ઊભી કરવાના હેતુથી રાહત દરે વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

 

આ યોજના હેઠળ ભીંડો, ગુવાર, રીંગણા, મરચા, ટામેટા, સુરતી પાપડી, દૂધી, તુરીયા, કાકડી, પાલક, મેથી અને ધાણા, ડુંગળી, બીટ, વટાણા, ગાજર અને મુળા સહિતના વિવિધ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બિયારણ વિતરણની સાથે સાથે નાગરિકોને કીચન ગાર્ડનીંગ સુચારુ રીતે કરવા માટે જરૂરી તમામ તાંત્રિક માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવશે.

 

આ લાભ મેળવવા ઇચ્છુક શહેરીજનોએ ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તથા ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦’ નો સંપર્ક કરવા નાયબ મોરબી બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો