તારીખ ૦૬/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા સ્થિત KMCA કોમર્સ કોલેજના પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત CA Foundation પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી કોલેજનું નામ રોશન કર્યું છે. ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં સાનવી જૈન – 315 ગુણ,દેવ દીપ ચાંદાણી – 271 ગુણ,હિતાંશી વાધવાની – 215 ગુણ,લક્ષ્ય ખટવાની – 201 ગુણ અને આદિત્ય ચૌહાણ 200 ગુણ મેળવીને આ તમામ વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, લગન, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નોના આધારે આ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.આ પ્રસંગે કોલેજના ડિરેક્ટર શ્રી ડો. અજય એન. સોની, સૌર્ય પ્રતાપ, ચિંતન શાહ, એમ.એમ. શાહ તથા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. દિલીપ વાગડિયા સહિત સમગ્ર કોલેજ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે, આ સફળતા તેમની કારકિર્દીની એક મહત્વપૂર્ણ શરૂઆત છે. તેઓ ભવિષ્યમાં CAની આગળની પરીક્ષાઓમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરી, એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપે તેવી હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ સમગ્ર KMCA કોમર્સ કોલેજ પરિવાર માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે.









