MORBI:દિવાળી પર મોરબી ફાયર વિભાગ એલર્ટ: કર્મચારીઓની રજા રદ, ૪ સ્થળો પર સ્ટેન્ડબાય

MORBI:દિવાળી પર મોરબી ફાયર વિભાગ એલર્ટ: કર્મચારીઓની રજા રદ, ૪ સ્થળો પર સ્ટેન્ડબાય

મોરબી દીપોત્સવના તહેવારો દરમિયાન નાગરિકો સલામત અને નિર્ભય રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ શાખા સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ મોડ પર આવી ગઈ છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ફાયર શાખા દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને સમગ્ર સ્ટાફને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા આદેશ કરાયો છે.

શહેરમાં ૪ મુખ્ય સ્થળો પર ફાયર વાહનો સ્ટેન્ડબાય

નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દિવાળીની સાંજે ફટાકડા ફોડવાના સમયે બીજા દિવસની સવાર સુધી ફાયર વ્હીકલ અને સ્ટાફને ખાસ નીચે મુજબના ચાર વ્યૂહાત્મક સ્થળો પર સ્ટેન્ડબાય રાખવામાં આવશે:

૧. રવાપર ચોકડી ખાતે – ૨. નવા બસ સ્ટેન્ડ પાસે – ૩. મહારાણા પ્રતાપ સર્કલ (સામાકાંઠે) – ૪. મહેન્દ્રનગર ચોકડી પાસે(આ ઉપરાંત કેસરબાગ ફાયર સ્ટેશન ખાતે પણ સ્ટાફ હાજર રહેશે)

૨૪ કલાક સુરક્ષા અને પેટ્રોલિંગ – દિવાળી પર્વ નિમિત્તે મોરબી શહેર તથા જિલ્લાના નાગરિકોની રક્ષા માટે ફાયર શાખાના અધિકારીઓ અને ૪૦ જેટલા જવાનો ૨૪ કલાક (૨૪×૭) સ્ટેન્ડ-બાય રહેશે. શહેરના મુખ્ય વિસ્તારો અને ગીચ બજારોમાં ફાયર ટેન્ડર અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.

મોરબી ફાયર બ્રિગેડની જનતાને અપીલ

તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે:ફટાકડા ફોડતી વખતે યોગ્ય અંતર જાળવવું, જેથી વ્યક્તિગત કે આસપાસની મિલકતને નુકસાન ન થાય.ઘર કે દુકાન પાસે ફટાકડા ફોડતી વખતે પાણી અને રેતીની ડોલ અથવા ફાયર એક્સટીન્ગ્યુશર (અગ્નિશામક યંત્ર) અગાઉથી જ સાથે રાખવું.

કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરો – કોઈપણ પ્રકારની આગ, અકસ્માત કે ઈમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો જરાય વિલંબ કર્યા વિના નીચે જણાવેલા નંબરો પર ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ છે:

ફાયર કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર: ૧૦૧ – ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS): ૧૧૨ – મોરબી ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમ: ૦૨૮૨૨-૨૩૦૦૫૦

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો