અમદાવાદમાં ખેલ મહાકુંભ ૩.૦ અને ૨૦૨૫ના વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર ફોર્મ જમા કરાવવાની મુદત ૧૮ નવેમ્બર સુધી લંબાઈ

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

ઝોન, તાલુકા, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓએ જરૂરી આધાર-પુરાવા સાથે નિયત ફોર્મ જમા કરાવવાનાં રહેશે

 

અમદાવાદ: ખેલ મહાકુંભ 3.0 તથા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વિવિધ સ્તરે યોજાયેલી રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર મેળવવા માટેનાં નિયત ફોર્મ સમયમર્યાદામાં જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આ અંગે અખબારી યાદી પ્રસિદ્ધ કરીને તમામ વિજેતા ખેલાડીઓને જરૂરી આધાર-પુરાવા સાથે પોતાનાં ફોર્મ 18 નવેમ્બર, 2026 સુધીમાં જમા કરાવી દેવા સૂચના આપવામાં આવી છે.

 

ખેલ મહાકુંભ અંતર્ગત ઝોનકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા તથા કોર્પોરેશન કક્ષાએ યોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ખેલાડીઓ આ રોકડ પુરસ્કાર માટે ફોર્મ ભરી શકશે. પુરસ્કારની પ્રક્રિયા માટે ખેલાડીઓએ નિયત નમૂનામાં ફોર્મ ભરી તેની સાથે જરૂરી આધાર-પુરાવા જોડવાના રહેશે. ત્યારબાદ નિયત સ્થળે ફોર્મ જમા કરાવવાનાં રહેશે.

 

ખેલાડીઓએ પોતાનાં ફોર્મ જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી (DSDO Office), નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શુકન ક્રોસ રોડ, નિકોલ, અમદાવાદ ખાતે જમા કરાવવાનાં રહેશે. જાહેર રજાઓ સિવાયના તમામ કાર્યદિવસોમાં કચેરી ખાતે ફોર્મ સ્વીકારવામાં આવશે. તેથી તમામ વિજેતા ખેલાડીઓએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર કચેરીનો સંપર્ક કરી ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

 

જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 18 નવેમ્બર, 2026 બાદ કોઈપણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રોકડ પુરસ્કાર મેળવવા માટે બીજી કોઈ તક આપવામાં આવશે નહીં. આથી પુરસ્કાર મેળવવા પાત્ર તમામ ખેલાડીઓએ છેલ્લી ઘડીની રાહ જોયા વિના સમયસર ફોર્મ જમા કરાવી દેવા અપીલ કરવામાં આવી છે.

 

ખેલાડીઓએ આ સૂચનાને ગંભીરતાથી લઈને જરૂરી આધાર-પુરાવા સાથે નિયત સમયમર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી, જેથી રોકડ પુરસ્કાર મેળવવાની પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય, તેમ જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો