નવસારી જિલ્લામાં એક ઇસમ સામે તડીપાર જાહેર કરાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેશ્રી મનીષ ગુરવાણીના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચીખલી  નિશાંત કુગસીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૫૬, ૫૭ હેઠળ એક ઇસમ સામે હદપારીની કાર્યવાહી કરવામાં આવી છે.

           હેમીલભાઈ સ/ઓ ધર્મેશભાઈ પટેલ, રહે. છરવાડા દંત્રાઈ ફળીયા, તા.જિ.વલસાડ, વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા(B.N.S.- ૨૦૨૩)ની  વિવિધ કલમો તથા જી.પી.એક્ટ -૧૩૫ હેઠળનો ગુનો તથા ધાક-ધમકી અને જાનથી મારી નાખવાના પ્રયાસ સંબંધિત ગુનો નોંધાયેલ હતો. જેની ચીખલી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તરફથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીખલી વિભાગ, ચીખલી મારફત મળેલ દરખાસ્ત અને થયેલ સુનાવણી બાદ આ ઇસમને તડીપાર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

            આ ઇસમને નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓની હુકુમતમાંથી ૧(એક) વર્ષ માટે હદપાર કરવાનો તથા નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓના વિસ્તારમાં પ્રવેશ અને હાજરી ઉપર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. હેમીલે હુકમ બજવણી થયેથી નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓના હદ બહાર જવાનું રહેશે.

           કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી, IAS ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ, નવસારી જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાને અસર કરતી ગુનાહિત તથા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાયદેસરની પ્રતિબંધાત્મક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

              નવસારી જિલ્લાના તમામ નાગરિકોને જણાવવામાં આવે છે કે, જાહેર ત્રાસદાયક કૃત્યો કે ઇસમો આપના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કે સુલેહ શાંતિનો ભંગ કરતા જણાઇ આવે તો આપના વિસ્તાર ના સંબંધિત મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો સંપર્ક કરી શકે છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો