દાહોદમાં દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકાનું ફાયર વિભાગ ‘અલર્ટ મોડ’ પર: ચીફ ઓફિસરના આદેશથી સ્ટાફ ૨૪ કલાક સ્ટેન્ડબાય

તા.૦૬.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકાનું ફાયર વિભાગ ‘અલર્ટ મોડ’ પર: ચીફ ઓફિસરના આદેશથી સ્ટાફ ૨૪ કલાક સ્ટેન્ડબાય

અજવાળાના પર્વ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાને રાખીને દાહોદ નગરપાલિકાનું ફાયર વિભાગ સંપૂર્ણ રીતે અલર્ટ મોડ પર આવી ગયું છે. તહેવારો દરમિયાન આતશબાજી કે રોશની વખતે કોઈપણ અનિચ્છનીય આગની ઘટના કે ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગે તમામ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.​દિવાળી દરમિયાન શહેરમાં ઠેર-ઠેર ફટાકડા ફોડવામાં આવતા હોય છે, જેથી આગ લાગવાના બનાવો બનવાની શક્યતાઓ રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ઓફિસરની સૂચના મુજબ ફાયર ફાઇટર્સ અને તમામ સ્ટાફને ૨૪ કલાક સ્ટેન્ડબાય મોડ પર રાખવાનો નિર્ણય લેવાયો છે.​શહેરના મુખ્ય બજારો, રહેણાંક વિસ્તારો અને ફટાકડાના સ્ટોલ્સ નજીક કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ વોટર બ્રાઉઝર, ફાયર ટેન્ડર અને તમામ ઈમરજન્સી સાધનોને તૈનાત રાખવામાં આવ્યા છે.​ફાયર વિભાગની નાગરિકોને અપીલ ફાયર વિભાગ દ્વારા જનહિતમાં અપીલ કરવામાં આવી છે

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો