ઉમરેઠના પરવટા પાસે જોખમી ડાયવર્જન બન્યું અકસ્માત ઝોન:ચોખા ભરેલી ટ્રક પલટી, થોડા જ દિવસોમાં બીજી ઘટના

તસ્વીર:કુંજન પાટણવાડીયા

ઉમરેઠ તાલુકાના પરવટા ગામ નજીક મુખ્ય માર્ગ પર આપવામાં આવેલું ડાયવર્જન વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. રાત્રિના અંધકારમાં યોગ્ય સાઈનબોર્ડ કે રિફ્લેક્ટરના અભાવે ડાયવર્જન સ્પષ્ટ ન દેખાતાં હરિયાણાથી મુંબઈ તરફ બાસમતી ચોખાનો જથ્થો ભરીને જઈ રહેલી એક ભારે ટ્રક અચાનક પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પરવટા પાસેના આ ચોક્કસ સ્થળે ડાયવર્જનના કારણે વાહનો પલટી ખાવાની આ કોઈ પહેલી ઘટના નથી. માત્ર થોડા જ દિવસોના ટૂંકા ગાળામાં અહીં ટ્રક પલ્ટી મારી જવાની આ બીજી ઘટના સામે આવી છે. માર્ગ નિર્માણ કે સમારકામ કરતી એજન્સી દ્વારા યોગ્ય ચેતવણી દર્શાવતા બોર્ડ, બ્લિંકર કે રેડિયમ પટ્ટીઓ લગાવવામાં ન આવતા રાત્રિના સમયે બહારથી આવતા અજાણ્યા વાહનચાલકો સીધા જ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

વારંવાર એક જ જગ્યાએ અકસ્માતો સર્જાવા છતાં માર્ગ અને મકાન વિભાગ કે સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. અગાઉ થયેલા અકસ્માત છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ન જાગતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિક કે ચાલકનો જીવ જાય તે પછી જ જાગશે? સ્થાનિક આગેવાનોએ તાકીદે આ જોખમી ડાયવર્જન પર પૂરતી લાઇટિંગ, મોટા રિફ્લેક્ટિવ સાઈનબોર્ડ અને બેરિકેડિંગ સાથે સ્પીડ બ્રેકર લગાવવાની લોકમાગ ઊઠી છે

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો