તારીખ ૦૭/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ગામમાં આજરોજ સવારના સમયે 6 ફૂટ લાંબો અજગર દેખાતા ભારે ફફડાટ સાથે ગામમાં મોટીસંખ્યામાં અજગરને જોવા ઉમટી પડતાં સ્થળ ઉપર ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મલાવ ગામની સીમમાં આવેલા ખેતરમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઘાસમાં વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. અજગરને જોતા જ ખેડૂતોએ તાત્કાલિક ગામના આગેવાનો અને જીવદયા પ્રેમી અને વન વિભાગને જાણ કરી હતી. જ્યાં ઘટનાની જાણ થતા જ સ્થાનિક જીવદયા પ્રેમી અને સ્નેક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં સ્થળ ઉપર લોકોની મોટી સંખ્યામાં ભીડ વચ્ચે ભારે જહેમત બાદ 6 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગની સૂચના મુજબ અજગરને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.આ સમગ્ર રેસ્ક્યૂનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ગ્રામજનોએ જીવદયા પ્રેમીની આ કામગીરીને બિરદાવી હતી.






