MORBI:મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે; ૦૭ ફેબ્રુઆરી-૨૦૨૭ સુધી જાહેરનામું અમલી

MORBI:મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે; ૦૭ ફેબ્રુઆરી-૨૦૨૭ સુધી જાહેરનામું અમલી

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળા રૂટને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

આ જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે.

 

આ જાહેરનામું અગામી ૦૭/૦૨/૨૦૨૭ સુધી સવારના ૦૭:૦૦ કલાકથી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો