બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ ના ફટાકડા સ્ટોર ના નાના વેપારીઓની મુલાકાત લઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

કિરીટ પટેલ બાયડ

બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડમાં ફટાકડાના સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવા નાગરિકોને કરી અપીલબાયડ મામલતદાર કચેરીની બાજુમાં દિવાળીના પર્વ નિમિત્તે એક જ સ્થળે આશરે 50 જેટલા ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આજે ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ આ સ્ટોલની મુલાકાત લઈ વેપારીઓ સાથે આત્મીય મુલાકાત કરી હતી.આ પ્રસંગે તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, દિવાળીની ખરીદી સ્થાનિક નાના વેપારીઓ પાસેથી કરીએ, જેથી તેમના વ્યવસાયને પ્રોત્સાહન મળે અને તેમના પરિવારની દિવાળી પણ ખુશીઓથી ઉજવાય.અહીં હોલસેલ જેવા પોષણક્ષમ ભાવે છૂટકમાં પણ વિવિધ પ્રકારના ફટાકડાની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે.આપણી નાની ખરીદી કોઈ નાના વેપારીના પરિવાર માટે મોટી ખુશી બની શકે છે. સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપીએ અને સૌ સાથે મળીને દિવાળીની ખુશીઓ વહેંચીએ. બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ  ઝાલાના આ કાર્યને લોકોએ આવકાર્યું હતું

 

 

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો