તા.૭/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા વજનમાં જથ્થો ઓછો આપવા, એમ.આર.પી. કરતા વધુ ભાવ વસૂલવા બદલ રૂ. ૧,૮૬,૧૦૦ ની દંડનીય કાર્યવાહી
Rajkot: મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, રાજકોટની કચેરી દ્વારા નવરાત્રી તેમજ દિવાળી પર્વ દરમ્યાન ઓક્ટોબર માસમાં મીઠાઈ ફરસાણ, ડ્રાયફુટ તથા સૂપરમાર્કેટ અન્ય વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન વજનમાં ઓછો જથ્થો આપવા અને વજનકાંટાની નિયત સમય મર્યાદામાં ચકાસણી નોંધ ન કરવા સહીત અન્ય ભંગ બદલ ૩૫ એકમોને રૂ. ૪૧૧૦૦ ની ફી વસૂલ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત છાપેલ એમ.આર.પી. કરતાં વધુ ભાવ વસૂલવા, પેકેઝ્ડ કોમોડિટી રુલ્સ રજીસ્ટ્રેશન ન કરવા તેમજ અન્ય ભંગ બદલ ૧૦ એકમો પાસેથી રૂ. ૧,૪૫,૦૦૦ ની ફી વસૂલ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીમાં કચેરીના અધિકારીશ્રીના માર્ગદર્શનમાં નિરીક્ષકોની ટીમ દ્વારા સામુહિક તપાસ કરીને રાજકોટ જિલ્લામાં નિયમોના ભંગ કરતા કુલ ૪૫ એકમો પર ગેરરીતિ માલુમ જણાતા સદર એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ માંડવાળ ફી પેટે રૂ. ૧,૮૬,૧૦૦ નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યા હોવાનું મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, રાજકોટની કચેરીની યાદીમાં જણાવાયું છે.









