રહેણાંક હેતુના બાંધકામમાં કથિત કોમર્શિયલ પ્રવૃત્તિ અંગે સ્થાનિકોમાં ચર્ચા; મંજૂર નકશા અને વાસ્તવિક બાંધકામની ચકાસણીની માંગ
કામરેજ તાલુકો: શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક રહેણાંક બાંધકામો અંગે બિનઅધિકૃત બાંધકામ તેમજ રહેણાંક હેતુના બાંધકામમાં કથિત કોમર્શિયલ ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિક સ્તરે રજૂ થયેલી વિગતો મુજબ, કેટલાક સ્થળોએ બાંધકામના મૂળ હેતુ અને હાલના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાસ કરીને રહેણાંક બાંધકામમાં વ્યવસાયિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે અંગે સંબંધિત નિયમો અને મંજૂરીની સ્થિતિ સ્પષ્ટ થવી જરૂરી છે.
આ મામલે સ્થાનિકો દ્વારા સંબંધિત બાંધકામની મંજૂરી, મંજૂર નકશો તથા સ્થળ પર થયેલા બાંધકામ વચ્ચે સુસંગતતા છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
જો બાંધકામ નિયમો અને મંજૂરી મુજબનું હોય તો કોઈ ગેરસમજ ન રહે તે માટે સંબંધિત દસ્તાવેજો દ્વારા સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. જ્યારે નિયમવિરુદ્ધ બાંધકામ અથવા ઉપયોગ જણાય તો લાગુ પડતા નિયમો મુજબ કાર્યવાહી થવી જોઈએ.
શેખપુર વિસ્તારમાં બાંધકામ સંબંધિત નિયમોનું પાલન થાય અને રહેણાંક તથા કોમર્શિયલ ઉપયોગ અંગે સ્પષ્ટતા રહે તે દિશામાં આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત
![]()
![]()










