અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત મેઘરજ તાલુકા કાર્યશાળાનું આયોજન
મેઘરજ ખાતે સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત તાલુકા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી ડૉ. સંજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યશાળામાં સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યશાળામાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મોડીયા, પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જયદીપસિંહ રાઠોડ, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રુચિબેન ડામોર, સત્તાપક્ષના નેતા બળવંતભાઈ ભોઈ, મેઘરજ APMC ચેરમેન ઈશ્વરભાઈ કટારા તેમજ મેઘરજ મંડળના ઈન્ચાર્જ રમેશભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, મહામંત્રી સંજયભાઈ ચૌધરી, સવાભાઈ ખરાડી, પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ અને ટીમના સભ્યો, શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ, વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યશાળા દરમિયાન સેવા સંકલ્પ અભિયાનને વધુ અસરકારક બનાવવા અને સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.









