મોડાસાના સાબલપુર CNG પંપ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત,કાર ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાના સાબલપુર CNG પંપ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત – કાર ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ

કાર ચાલકે બાઈકને અડફેટે લીધા બાદ ભાગવાનો પ્રયાસ કરતાં ટ્રક સાથે અથડાઈ, બે ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાબલપુર ગામ નજીક આવેલા CNG પંપ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે સ્થળ પરથી કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભાગવા જતા કાર ટ્રક સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે.

અકસ્મતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તેમને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.દરમિયાન અકસ્માત સર્જનાર કાર ચાલકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. કાર ચાલક હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાની લોકચર્ચા પણ સામે આવી રહી છે. જોકે, આ બાબતે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે કારની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂના બે ક્વાર્ટરિયા મળી આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત તેમજ દારૂ અંગેની હકીકતોની તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો