“૨૬ વર્ષ દેશની સરહદે રહ્યા ખડેપગે, વતન પરત ફરતાં વીર જવાનનું રાજપારડીમાં ભવ્ય સ્વાગત!”


brp_del_sen:null;
motionR: null;
, icon:null, weatherInfo:100;temperature: 50;




દેશની સરહદો પર ૨૬ વર્ષ સુધી ખડેપગે રહી માતૃભૂમિની રક્ષા કરનાર વીર જવાન જ્યારે નિવૃત્તિ બાદ પોતાના વતન પરત ફર્યા, ત્યારે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. બેન્ડવાજા, પુષ્પવર્ષા અને ભારત માતા કી જયના નારાઓ સાથે વીર સપૂતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના માંડવી ગામના વતની અને ભારતીય સેનામાં ૨૬ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક દેશસેવા કરનાર કનુભાઈ ગોરધનભાઈ વસાવા નિવૃત્તિ બાદ પ્રથમ વખત પોતાના વતન પરત ફરતાં રાજપારડી ખાતે તેમનું ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું.કનુભાઈ વસાવાએ પોતાની ૨૬ વર્ષની સૈન્ય કારકિર્દી દરમિયાન દેશના વિવિધ સરહદી વિસ્તારોમાં ફરજ બજાવી માતૃભૂમિની સુરક્ષામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
તેમના આગમનને લઈને રાજપારડીમાં સવારથી જ ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રાજપારડી ચોકડીથી બેન્ડવાજા સાથે ભવ્ય સ્વાગત રેલી કાઢવામાં આવી હતી, જે રાધિકા સોસાયટી ખાતે પહોંચી હતી.ત્યારબાદ રાધિકા સોસાયટી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં પુષ્પવર્ષા, ફૂલહાર અને દેશભક્તિના નારાઓ સાથે કનુભાઈ વસાવાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ ગૌરવવંતા પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સહિત સામાજિક અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ માંડવી, રાજપારડી અને આસપાસનાં ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, પોતાના પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા માટે જીવનનાં અમૂલ્ય ૨૬ વર્ષ સમર્પિત કરનાર જવાનો સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાના પ્રતીક છે.સન્માન સમારોહ બાદ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.૨૬ વર્ષની દેશસેવા સરહદ પરની અવિરત ફરજ અને હવે વતનની માટીમાં ગૌરવભેર વાપસી!કનુભાઈ વસાવાના આ ભવ્ય સ્વાગત અને સન્માનથી માત્ર માંડવી અને રાજપારડી જ નહીં, પરંતુ સમગ્ર ઝઘડિયા તાલુકાનું ગૌરવ વધ્યું છે.
ઈરફાન ખત્રી
રાજપારડી









