થરા માં વિશ્વહિન્દૂ પરિષદ અને વાલ્મિકી સમાજ દ્વારા ઋષિ વાલ્મિકી જન્મજયંતી ની ઉજવણી કરાઈ.

આદ્યકવિ,રામાયણના રચયિતા,મહર્ષિ અથવા પ્રાચેતસ એક ઉચ્ચ વર્ણમા જન્મ્યા હતા.આસોસુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે મહર્ષિ વાલ્મિકીનો જન્મ દિવસ એટલે કે ભારત ભરમા વાલ્મિકી જયંતિની ઉજવવામાં આવે છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી કૃષ્ણ ગૌ શાળામા તા.૦૧/૧૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે વિશ્વહિન્દૂ પરિષદ થરા પ્રખંડ અને વાલ્મિકી સમાજ દ્વારા ઋષિ વાલ્મિકી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વાલ્મિકી સમાજ દ્વારા શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરથી શ્રી મહર્ષિ વાલ્મિકીનો ફોટો પ્રતિમા સાથે ઢોલના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રી કૃષ્ણ ગૌ શાળાએ પહોંચેલ ત્યાં શ્રીકૃષ્ણ ગૌ શાળાના દીપકભાઈ જોષી, વિજયભાઈ સોની,પ્રજાપતિ મનુભાઈ અંબારામભાઈ કોન્ટ્રાકટર,સંજયભાઈ પ્રજાપતિ,તુસાર પઢીયાર સહીત દરેકે ફૂલો વરસાવી સ્વાગત કર્યું હતું.શોભાયાત્રા નું સભામાં પરિવર્તન થતા સભાના અધ્યક્ષ ગોદાવરીબેન ત્રિવેદી, બનાસકાંઠા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ ઉર્મિલાબેન ભાવસાર, સવીતામા મોચી,ભોજન દાતા કિશનભાઈ જોષી શિરવાડા,ઓગડ વિદ્યા મંદિરના અશોકભાઈપઢીયાર,વશરામભાઈ રાવળદેવ,વાલ્મિકી સમાજ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ કાંકરેજ થરા ના ઉપપ્રમુખ બળવંતભાઈ મેમદાવાદીયા, મંત્રી ચમનભાઈ મકવાણા રાણકપુર,ખજાનચી રમેશભાઈ કંબોયા,નગર પાલિકાના જીતેલા ઉમેદવાર સીતાબેન કબોયા,મોટા જામપુર સરપંચ રસિકભાઈ હાંસાપુરા,રામાભાઈ મહેમદાવાદિયા તાણા, બબાભાઈ મુનેચા વાલપુરા, શંકરભાઈ મુનેચા થરા, સામાજિક કાર્યકર ખેમાભાઈ વાલ્મિકી મૈડકોલ,નગર પાલિકામા સબ વાહિનીમાં સતત સેવા આપતાં ગીરશભાઈ મહેમદાવાડીયા સહીત પત્રકારો અને મહેમાનોને ખેસ પહેરાવી શ્રીકૃષ્ણ ગૌ શાળા પરિવાર દ્વારા સન્માન કરી ચમનભાઈ મકવાણાએ શાબ્દિક શબ્દ દ્વારા મહેમાનોને આવકાર્ય હતા. પ્રાસંગિક પ્રવચન કરતા લોક સાહિત્યકાર દીપકભાઈ જોષીએ જણાવ્યું હતું કે વાલ્મિકી ઋષિનું જીવન પ્રેરણાદાયી હતું.”વાલિયો લૂંટારો”માંથી વાલ્મિકી ઋષિ નું બિરૂદ તેમને તેમના કર્મથી મળ્યું હતું.પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વાલ્મિકી સમાજને આદર્શ માને છે. તેમને સ્વચ્છતા અભિયાન માં વાલ્મિકી સમાજના લોકોને “સ્વચ્છ ભારત મિશનના સૈનિકો”ગણાવ્યા હતા.આ અવસરે દેવ પુરોહિત સહીત થરા નગર અને આજુબાજુ ના ગામોમાંથી વાલ્મિકી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહી શ્રી વાલ્મકી મહર્ષિ જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530









