હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલમાં બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પ યોજાયો

સમીર પટેલ, ભરૂચ

*

ભરૂચ :
બાળકોમાં નાની ઉંમરથી જ દાંતની સ્વચ્છતા અને મૌખિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલ* ખાતે બાળકો માટે વિશેષ દાંત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન ર્ડો. ફરહીંન પટેલ (એમ.ડી.એસ) તથા ર્ડો. એકતા ઘડિયાળી બી.ડી.એસ) દ્વારા શાળાના બાળકોના દાંતની તપાસ કરવામાં આવી હતી. તબીબોએ બાળકોને દાંતની યોગ્ય સંભાળ, નિયમિત બ્રશિંગ અને મૌખિક સ્વચ્છતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલના પ્રિન્સિપાલ આરેફા મેવાવાલા દ્વારા બંને તબીબોનું ફૂલોનો બુકે અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો માટે આરોગ્યલક્ષી અને સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવા બદલ શાળા પરિવાર દ્વારા તબીબોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હેપ્પી હાર્ટ પ્રિ-સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના ડો. ખાલિદનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સેવા બદલ હોસ્પિટલ પરિવારની પ્રશંસા કરી હતી.

બાળકો માટે યોજાયેલા આ દાંત ચેકઅપ કેમ્પથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય અને દાંતની સંભાળ અંગે જાગૃતિ ફેલાઈ હતી. વાલીઓ અને શાળા પરિવાર દ્વારા પણ ભરૂચ વેલ્ફેર હોસ્પિલની આ સેવાકીય પહેલને આવકારવામાં આવી હતી.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો