દુનિયાભરમાં આંચકો 240 યાત્રીઓ સાથેનું જહાજ અચાનક ગૂમ

નવી દિલ્હી : રવિવારે જાવા સાગરમાં ૨૪૦ લોકોને લઈ જતું જહાજ વર્ગો ટ્રાન્સપોર્ટ-૮ નામનું જહાજ ઇન્ડોનેશિયાનાં બીજા નંબરના શહેર સુરાબાયાથી બંજાર-માસીન જતું હતું. શનિવારે સ્થાનિક સમય સવારના ૧૦.૩૦ કલાકે સુરાબાયાથી રવાના થયુ ંહતું. પરંતુ ખરાબ મોસમને લીધે રવિવારે સવારે જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો. ગ્રાઉન્ડ ઓપરેટરે આ માહિતી આપતાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું.
સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના પ્રમુખ આઈ પુનુ સુદામાયાએ એક વીડીયો બ્રીફીંગમાં કહ્યું હતું કે જહાજ ખરાબ મોસમનો સામનો કરી રહ્યું છે તેવો તેના તરફથી સંદેશો મળ્યો. પછી જહાજના ઓપરેટર પી.ટી.વર્કો યોએલ રીદીએ સંપર્ક તૂટી ગયો હોવાની સૂચના આપી હતી. તે પછી તે વિષે કોઈ માહિતી જ મળી નથી.

એસોસિએટેડ પ્રેસના પણ જણાવ્યા મુજબ ઘટનાનું આખરી સ્ટેટસ તે છે કે બોર્નિયો દ્વિપના દક્ષિણ કાલીમંતન પ્રાંતના બંજાર માસીન શહેરમાં આ માહિતી મળતાં તુર્ત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ રેસ્ક્યુ ટીમ સાથેનું જહાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તે જહાજ ગૂમ થઈ ગયું હતું. રવિવારે બપોરે બે વાગે જહાજ તરફથી છેલ્લે એસઓએસ મળ્યો હતો. પરંતુ રેસ્ક્યુ જહાજ તે સંભવિત સ્થળે પહોંચ્યું ત્યારે જહાજે જળ સમાધિ લઈ લીધી હશે.

હજી સુધી કેટલા મર્યા ગયા કે કેટલા હતાહત થયા તે વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ભીતિ તો તેવી સેવાઈ રહી છે કે જહાજમાં રહેલા કેપ્ટન, વાઈસ કેપ્ટન, ફર્સ્ટ ઓફીસર અને અન્ય ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૪૦ જણાએ જળ સમાધિ લઈ લીધી હશે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો