જૂનાગઢ- જિલ્લાના માંગરોળ શહેરમાંઆ આજરોજ માંગરોળ પોસ્ટ ઓફિસ પાસે આવેલા કોમ્પ્લેક્સના પાછળનો ભાગે વીજ પોલ પાસે ગાયનું મોત થતાં ચકચાર મચી છે. ગાયનું વીજ કરંટ મોત લાગવાથી થયું હોવાના આક્ષેપો સ્થાનિકોએ અને ગૌરક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ , પોસ્ટ ઓફિસ પાછળની ગલી પાસે આવેલી કોમ્પ્લેક્સમાંથી પાણીની યોગ્ય નિકાલ ન થતો હોવાના કારણે વીજ પોલની આસપાસ પાણી ભરાઈ રહે છે.

તેમજ કચરા મોટા પ્રમાણ નાખવામાં આવતો હોવાની ફરિયાદો છે.
આ પાણીમાં કોઈ કારણોસર વીજ પ્રવાહ ઉતયોં હોવાના આક્ષેપ વચ્ચે વીજ પોલ પાસે અવારનવાર ઢોરના મોત થતાં હોવાની ગંભીર ચચૉ સામે આવી છે.
આજે ફરી ગાયનું મોત થતાં ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. હવે સવલ એ છે.કે ગાયનુ મોત ખરેખર વીજ કરંટ લાગવાથી થયું છે.કે અન્ય કોઈ કારણોસર?
તેની સત્ય માટે સ્થળે પર તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.
——- રિપોર્ટર—– વસંતભાઈ અખિયા,માંગરોળ










