RAJKOT રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનું ૨૮મું ભવ્ય મહાઅધિવેશન ૧૯-૨૦ સપ્ટેમ્બરે યોજાશે: લોકડાયરો અને સ્નેહમિલનનું આયોજન

રાજકોટ:સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ, રાજકોટ જિલ્લા દ્વારા સમાજની એકતા, પ્રગતિ અને સર્વાંગી વિકાસના શુભ સંકલ્પ સાથે આગામી ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ૨૮મા ભવ્ય મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર રોડ સ્થિત ‘અવસર પાર્ટી પ્લોટ’ ખાતે યોજાનારા આ ઐતિહાસિક અધિવેશનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખૂણે-ખૂણેથી જ્ઞાતિજનો, અગ્રણીઓ, પ્રતિનિધિઓ તેમજ પૂજ્ય સંતો-મહંતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

બે દિવસીય આ મહાસંમેલનમાં સમાજના વર્તમાન પ્રશ્નો, સંગઠનની મજબૂતી અને સર્વાંગી ઉત્થાન અંગે વિચાર-વિમર્શ કરાશે.
બે દિવસીય કાર્યક્રમની રૂપરેખા૧૯ સપ્ટેમ્બર (શનિવાર):સાંજે ૪:૦૦ વાગ્યે: આમંત્રિત મહેમાનોનું આગમન અને વિચારવિમર્શ સમિતિની બેઠક.
સાંજે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યે: સમૂહ બ્રહ્મભોજન.રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યે: ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરો, જેમાં જાણીતા કલાકાર સાગરભાઈ રાવલ અને હરેશદાન સૂરુ લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવશે.
૨૦ સપ્ટેમ્બર (રવિવાર):સવારે ૯:૦૦ વાગ્યે: દીપ પ્રાગટ્ય સાથે મુખ્ય સત્રનો પ્રારંભ.
સન્માન સમારોહ: સંતો-મહંતો, મુખ્ય અતિથિઓ, સમાજના વિવિધ પ્રતિનિધિઓ અને નવનિયુક્ત પ્રમુખોનું વિશેષ બહુમાન.
ઠરાવોની જાહેરાત: ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજના હિતાર્થે લેવાયેલા નિર્ણયો તથા મહત્વપૂર્ણ ઠરાવો રજૂ કરાશે.
બપોરે ૧૨:૦૦ વાગ્યે: મહાપ્રસાદ સાથે અધિવેશનનું સમાપન. – બહારગામથી પધારતા તમામ જ્ઞાતિજનો માટે સ્થળ પર જ રહેવા તેમજ ઉતારાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મહાઅધિવેશનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી બ્રહ્મ સમાજના ભાઈ-બહેનોને પરિવાર સહિત પધારી કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી મિલનભાઈ શુક્લ, પ્રમુખ પંકજભાઈ રાવલ તથા રાજકોટ જિલ્લા ટીમે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.









