MORBI:મોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માળિયા અને હળવદમાં બે ઇંચથી વધુ વરસાદ

મોરબી:છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ધીમીધારના વરસાદ બાદ ગઈકાલ રાત્રિથી સમગ્ર મોરબી જિલ્લામાં મેઘરાજાનું જોર વધ્યું છે. વાંકાનેર સિવાય જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ માળિયા(મી) અને હળવદ પંથકમાં નોંધાયો છે.
જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના આંકડા મુજબ, ૧૪ સપ્ટેમ્બર સવારે ૬:૦૦ વાગ્યાથી ૧૫ સપ્ટેમ્બર સવારે ૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે:
માળિયા(મી): ૫૪ મીમી (૨.૧૬ ઇંચ)હળવદ: ૫૧ મીમી (૨.૦૪ ઇંચ)ટંકારા: ૩૭ મીમી (૧.૪૮ ઇંચ) મોરબી: ૩૩ મીમી (૧.૩૨ ઇંચ) વાંકાનેર: ૧૧ મીમી (૦.૪૪ ઇંચ)
રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકને નવજીવન મળ્યું છે.










