બગોદરા તારાપુર નેશનલ હાઇવે પર કારની ઠોકરે ગાયને ગંભીર ઇજા પહોચતા જુનાગઢના પત્રકાર ભાવિન કિશોરભાઇ દવે ઘટના સ્થળે 2 કલાક હાજર રહી સારવાર કરવી.

જૂનાગઢ જિલ્લા ના જાણીતા પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે કામ સંજોગ આણંદ જતા હોય તે દરમ્યાન આણંદ જિલ્લાના તારાપુર ગામ નજીક આવેલ મયારી ગામ પાસે પસાર થતા બગોદરા તારાપુર નેશનલ હાઈવે પર એક વેગનાર કાર અચાનક હાઈ વે પર ચડી આવતા ગાય અને કાર વચ્ચે જોરદાર ટક્કર લાગતા કારમાં બેઠલ મુસાફરો ને ઇજા થતાં 108 મારફત સારવાર હેઠળ ખસેડેલ હતા. ત્યારે ઇજાગ્રસ્ત બેભાન ગાય પર ભાવિનભાઈ દવે દ્વારા પાણી નો છટકાવ કરી ગાય ભાન માં આવેલ પરંતુ ઇજાગ્રસ્ત થતા નેશનલ હાઇ વે પર વચ્ચે જ બેસી રહેતા ફરી અકસ્માત નો ભય દેખાતા તાત્કાલીક 1962 ગુજરાત પશુ સેવા હેલ્પલાઈન પર સંપર્ક કરેલ પરંતુ આ વિસ્તાર માં તેમની સેવા ન આવવા નું જણાવેલ જેથી પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે દ્વારા પશુપાલન વિભાગ ગાંધીનગર માં અધિકારી સાથે સિક્સ લાઇન હાઇવે પર અનેક વાહનો સ્પીડમાં પસાર થતા હોય જેથી ગાય ને ફરી ટક્કર લાગી શકે અને બીજો અકસ્માત ન બને તેથી વાતચીત કરી અને સેવા ઉપલબ્ધ કરાવેલ ત્યારે બાદ નેશનલ હાઈ વે ઓથોરિટી સ્ટાફને જાણ કરેલ એ પણ ઘટના સ્થળે પહોચેલ તેમજ ગુજરાત પશુ હેલ્પલાઈન ના ડોકટર ની સાથે સતત સંપર્કમાં રહી અંદાજે દોઠ થી બે કલાક ની ભારે જહેમત બાદ ગાય ને સારવાર આપવી. આ તકે પત્રકાર ભાવિન દવે દ્વારા ગાય પ્રત્ય જીવદયા દાખવી સારવાર માટે ની વ્યવસ્થા કરેલ. પશુ વિભાગ અધિકારી એ પણ ઘટના સમજી સેવામાં ન આવતા વિસ્તારમાં પણ ડોકટર ટિમ ને મોકલી ફરજ અદા કરેલ

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો