MORBI:મોરબી મચ્છુ-૩ ડેમ રૂલ લેવલે પહોંચ્યો, નદીના પટમાં ન જવા તંત્રની કડક ચેતવણી

MORBI:મોરબી મચ્છુ-૩ ડેમ રૂલ લેવલે પહોંચ્યો, નદીના પટમાં ન જવા તંત્રની કડક ચેતવણી

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજના અંતર્ગત ડેમમાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ ગયું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતાં વધારાનું પાણી નદીમાં છોડવાની પરિસ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાને રાખીને સિંચાઈ વિભાગ દ્વારા મોરબી અને માળિયા (મીં) તાલુકાના નીચાણવાસમાં આવતા કુલ ૨૧ ગામોને સાવચેત રહેવા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા તેમજ પશુઓને નદી તરફ ન લઈ જવા કડક સૂચના આપવામાં આવી છે.

એલર્ટ કરાયેલા ગામોની યાદી મોરબી તાલુકો (૧૩ ગામો):ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા.

માળિયા(મીં) તાલુકો (૮ ગામો):દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર.

તંત્રની અપીલ ડેમમાંથી ગમે તે ક્ષણે પાણી નદીમાં છોડવામાં આવે તેવી શક્યતા હોવાથી તમામ સંબંધિત ગામોના સરપંચો, તલાટીઓ અને ગ્રામજનોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં ભરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો