વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

  • વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ
    રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી
    વાત્સલ્યસમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
    રાજકોટ ના શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા અરવિંદભાઈ મણીઆરની જન્મજયંતિ નિમિત્તે તા. 5 ઓક્ટોબરના રોજ હેમુગઢવી હોલ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રસાયણ કેબિનેટ મંત્રી ઋષિ પુરુષ ડૉ. એ.કે. પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું.શ્રી અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે ડૉ. પટેલની રૂબરૂ મુલાકાત લઈ આ આમંત્રણ પાઠવ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ડૉ. એકે પટેલના જાહેરજીવન, ડૉક્ટર તરીકેની સેવાઓ અને રાજકીય સફર અંગે રસપ્રદ ચર્ચા થઈ હતી.તેની સાથે ડો એકે પટેલ અને અરવિંદભાઈ મણીયાર ની સાથે ના રાજકીય સંબધો તાજા કરવામા આવ્યા હતા જોવા જઈએ ડૉ. એ.કે. પટેલ ભાજપના પ્રારંભિક સમયમાં વિજાપુર તાલુકાના પ્રથમ ભાજપ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1984માં તેઓ સંસદસભ્ય બન્યા હતા અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં રસાયણ ખાતાના કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી.97 વર્ષની વયે પણ ડૉ. પટેલે પોતાની રાજકીય અને સામાજિક સફરની અનેક યાદો રાજુભાઈ ધ્રુવ સાથે વાગોળી હતી. રાજકોટ ના અરવિંદભાઈ મણીઆર ની જન્મજયંતિ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ડૉ. પટેલને સન્માનિત કરવાની પણ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ સમયે અશોકભાઈ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ બાબુભાઇ પટેલ સહીત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો