હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૯.૨૦૨૬

હાલોલ ગોધરા રોડ પર ઔધોગિક વિસ્તારમાં નોકરી પર થી પરત ફરી રહેલા બાઈક ચાલકે ને વેગનઆર કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માત માં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ હાલોલ ના જેપુરા ગામના અને ગણેશપુરી ફળિયા રહેતા અને હાલ હાલોલ કંજરી રોડ પર રહેતા અને હાલોલ ઔધોગિક વિસ્તાર માં ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર શુક્રવાર રોજ બપોરે નોકરી પરથી સ્પ્લેન્ડર બાઇક લઇ ઘરે હાલોલ આવી રહ્યા હતા. હાલોલ ગોધરા રોડ પર પરિશ્રમ હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન પાછળ આવતી વેંગાનેર ના ચાલકે પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને ગફલત ભર્યું હંકારી આગળ બાઈક લઇ જે રહેલા રાજેન્દ્રસિંહ ની બાઈક ને ટક્કર મારતા રાજેન્દ્રભાઇ રોડ પર ફંગોળાઈ જતા તેમને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પામી હતી. સર્જાયેલ અકસ્માત ને પગલે ઘટના સ્થળે લોકટોળા જમ્યા હતા. ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પૂરતી સારવાર મળે ન મળે તે પહેલાજ તેમનું મોત નીપજ્યુ હતું. બનાવની જાન હાલોલ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ મૃતકના પિતરાઈ ભાઈ મહેન્દ્રસિંહ પરમાર ની ફરીયાદ આધારે વેગનઆર ના ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો