દાહોદ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી: રણધીકપુર વિસ્તારમાંથી ૪૦.૪૧ લાખથી વધુની કિંમતના ગાંજાના છોડ સાથે એક ઈસમ ઝડપાયો

દાહોદ

 

દાહોદ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી: રણધીકપુર વિસ્તારમાંથી ૪૦.૪૧ લાખથી વધુની કિંમતના ગાંજાના છોડ સાથે એક ઈસમ ઝડપાયો

 

મુદ્દામાલ: ૧૮૫ લીલા ગાંજાના છોડ (કુલ વજન: ૮૦.૮૩૦ કિલોગ્રામ)

 

કિંમત: રૂપિયા ૪૦,૪૧,૫૦૦/-

 

સ્થળ: હિરાપુર ગામ (ખુણી ફળીયું), સિંગવડ તાલુકો, દાહોદ

 

આરોપી: સબુરભાઈ જોખનાભાઈ ભગોરા

 

દાહોદ એસઓજી શાખાના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હિરાપુર ગામે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના ખેતર અને ઘર પાછળ ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ ગાંજાના છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા સ્થળ પર જ પરિક્ષણ કરાવતા તે ગાંજાના છોડ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે રૂ. ૪૦.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર માધવ મકવાણા લીમખેડા

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો