MORBI:મોરબીના સફાઈ કામદારોને પાકું મકાન બનાવવા મળશે ₹૧.૭૦ લાખની સહાય: કોઈ આવક મર્યાદા નહીં, ઓનલાઇન અરજી શરૂ

MORBI:મોરબીના સફાઈ કામદારોને પાકું મકાન બનાવવા મળશે ₹૧.૭૦ લાખની સહાય: કોઈ આવક મર્યાદા નહીં, ઓનલાઇન અરજી શરૂ

​મોરબી:ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના જીવનધોરણમાં સુધારો લાવવા તથા તેમને પોતાનું પાકું ઘર પૂરું પાડવાના ઉદ્દેશથી ‘ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રહેણાંકનું પાકું મકાન બનાવવા માટે વ્યક્તિગત ₹૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

​કોઈ આવક મર્યાદા નહીં: આ યોજનાનો લાભ સફાઈ કામદારો તેમજ તેમના આશ્રિતોને કોઈપણ જાતની વાર્ષિક આવક મર્યાદાના બંધન વગર મળવાપાત્ર રહેશે.

​૪ હપ્તામાં ચૂકવણી: મકાન બાંધકામની પ્રગતિ મુજબ કુલ ₹૧,૭૦,૦૦૦/- ની સહાય ૪ હપ્તામાં લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.​ઓનલાઇન અરજી: યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છુક લાભાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગના સત્તાવાર પોર્ટલ https://eSamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

​મોરબી જિલ્લાના તમામ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. યોજના સંબંધિત વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં- ૪૬, ૪૭ ખાતે સંપર્ક કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજર તથા અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો