થરા માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની હરાજીનો શુભારંભ

ખેડૂતોને ઊંચા પોષણક્ષમ ભાવ અને રોકડ નાણાં મળે, ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે બજાર સમિતિના પ્રયાસો
કપાસ ૧૭૧૧ થી ૨૦૦૫ અને મગફળી ૧૩૦૦ થી ૧૭૯૧ ના ભાવે વેચાણ
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કપાસ અને મગફળીના નવા સીઝનના કામકાજનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું.મુહૂર્તના પ્રથમ દિવસે જ કપાસની અંદાજે ૧,૦૦૦ મણ ભાવ ૧૭૧૧ થી ૨૦૦૫ અને મગફળીની ૨,૧૦૦ બોરીની આવક ભાવ ૧૩૦૦ ૧૭૯૧ નોંધાતાં માર્કેટયાર્ડમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.કપાસ અને મગફળીની ખરીદી વિવિધ એક્સપોર્ટ કરતી કંપનીઓ દ્વારા વેપારીઓના માધ્યમથી કરવામાં આવે છે.હરાજી પ્રક્રિયા દ્વારા ખેડૂતોને તેમની ખેતપેદાશોના ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ વેચાણ બાદ ઝડપી ચુકવણી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યોગ્ય ભાવ અને રોકડ નાણાંની ચુકવણીની સુવિધાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી, આસિ.સેક્રેટરી સંજયભાઈ ચૌધરી સર્વે વહેપારીઓ દ્વારા ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળે,તેમની આવકમાં વધારો થાય અને ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ તથા પગભર બને તેવા હેતુથી માર્કેટયાર્ડની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.માર્કેટ યાર્ડ વહેપારી એસોસિયેશનના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ભાવેશભાઈ, સુરેશભાઈ જોષી,મંત્રી અનિલભાઈ હાલાણી,ડિરેક્ટર રમેશભાઈ જોશી,દિલીપભાઈ ઠક્કર,સહિત તમામ વેપારી તથા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.એક્સપોર્ટ કરતી કંપનીઓ દ્વારા ખરીદી, પાર દર્શક હરાજી પ્રક્રિયા અને ઝડપી ચુકવણીની સુવિધાને કારણે થરા માર્કેટયાર્ડ ખેડૂતો માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને સમયસર નાણાં મળી રહેતા દૂરદૂરના વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાની કપાસ અને મગફળી સહિતની ખેત પેદાશો વેચાણ માટે થરા માર્કેટ યાર્ડ ખાતે લાવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530










