દાહોદમાં AAPને મોટો ઝટકો: ફતેપુરા તાલુકા પ્રમુખે રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

તા.૧૩.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં AAPને મોટો ઝટકો: ફતેપુરા તાલુકા પ્રમુખે રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલાં દાહોદ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ફતેપુરા તાલુકાના AAP પ્રમુખે પોતાના હોદ્દા તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.​આમ આદમી પાર્ટીને રામ-રામ કહ્યા બાદ તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે અને કોંગ્રેસ પરિવારમાં જોડાઈ ગયા છે.
​રાજકીય પંડિતોના મતે, આ પક્ષપલટો ફતેપુરા તાલુકા અને સમગ્ર દાહોદ જિલ્લાના રાજકારણમાં મોટો ફેરબદલ સાબિત થઈ શકે છે. આગામી ચૂંટણીઓ પૂર્વે AAPના તાલુકા પ્રમુખ કોંગ્રેસમાં જોડાતાં ફતેપુરામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે અને તેમનું પલડું ભારે થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો