શિનોર પોલીસની શી-ટીમની પ્રશંસનીય કામગીરી.. શિનોર પોલીસ સ્ટેશનની શી-ટીમે ગણતરીના કલાકોમાં ગુમ થયેલી 15 વર્ષીય કિશોરીને શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી હતી.

ફૈઝ ખત્રી…શિનોર

પ્રાપ્ત માહિતી અનુસાર, શિનોર તાલુકાના સુરાશામળ ગામે રહેતા જગદીશભાઈ રમેશભાઈ બામણીયાની 15 વર્ષીય પુત્રી સોનલ 12 ઓક્ટોબર, 2026ના રોજ ગામની પાણીની ટાંકી પાસેથી ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના પિતાએ 112 નંબર પર જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ શી-ટીમે કિશોરીના મોબાઇલ નંબરના આધારે ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સની મદદથી મોઠોળ ગામેથી તેને શોધી કાઢી હતી.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન કિશોરીએ જણાવ્યું હતું કે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેના માતા-પિતાને બોલાવી કિશોરીને સલામત રીતે પરિવારને સોંપવામાં આવી હતી.

આ કામગીરીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકાબેન મહેશભાઈ, મંજુલાબેન નાનજીભાઈ તથા મહિલા લોકરક્ષક વર્ષાબેન મેસુરભાઈ અને આંચલબેન હરગેથનભાઈ જોડાયાં હ

તાં.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો