ગોધરા તાલુકાના પઢીયાર ગામના સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી હોદ્દાનો દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિ બદલ સસ્પેન્ડ

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

ગોધરા તાલુકાની પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રામસિંહ રાઉલજીને ગંભીર નાણાકીય ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ અને ફરજ બજાવવામાં ગેરવર્તણૂક આચરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય દ્વારા તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ આ હુકમ પસાર કરી, સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો અને સાત દિવસમાં પંચાયતનું તમામ રેકોર્ડ તથા બેંકની સત્તાઓ પરત લેવાનો આદેશ વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યો છે.

 

સરપંચ સામે લેવાયેલા આ કડક પગલાં પાછળ જાગૃત નાગરિકોની ફરિયાદોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. અરજદાર ભુપતભાઈ ડાભી દ્વારા પી.જી. પોર્ટલ પર કરવામાં આવેલી રજૂઆતના આધારે પંચાયતમાં થયેલી ગંભીર નાણાકીય ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલમાં સાબિત થયું હતું કે સરપંચે ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોના મટીરીયલ્સ પેટે જય માતાજી સપ્લાયર્સ નામની પોતાની જ પેઢી બનાવીને સરકારી નાણાં અંગત ખાતામાં જમા લીધા હતા. સત્તાવાર તપાસ મુજબ, જય માતાજી સપ્લાયર્સના નામે રૂ. ૯,૬૬,૩૫૦ તથા સરપંચના પોતાના નામે રૂ. ૨,૬૩,૬૩૦ મળીને તમામ રકમ સરપંચના એક જ અંગત બેંક ખાતામાં જમા થઈ હતી. પંચાયતના કામોમાં પ્રત્યક્ષ હિત રાખીને હોદ્દાનો દુરુપયોગ કરવાના આ કૃત્યથી તેમણે કલમ-૩૦ (૧) (જ) નો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું સત્તાવાર રેકોર્ડ પર પૂરવાર થયું છે.

 

આ ઉપરાંત, અન્ય એક અરજદાર કાનાભાઈ પરમાર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવેલી રજૂઆતમાં પણ સરપંચની ગેરવર્તણૂક સામે આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજીએ પોતે જ ગામના સી.સી. રોડ પર દબાણ કર્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીની નોટિસ મળવા છતાં પોતાનું દબાણ દૂર કર્યું ન હતું. એટલું જ નહીં, અન્ય દબાણકર્તાઓને આપવાની થતી બીજી નોટિસમાં સહી કરવાનો ઇનકાર કરી તેમણે પંચાયતની કાર્યવાહી પણ અટકાવી દીધી હતી અને પોતાની ફરજ બજાવવામાં વારંવાર બેદરકારી દાખવી હતી.

 

સુનાવણી દરમિયાન સરપંચ અને તેમના વકીલો દ્વારા નામદાર હાઈકોર્ટના જૂના ચુકાદાઓ રજૂ કરીને બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ હુકમમાં સ્પષ્ટપણે નોંધ્યું હતું કે સરપંચ સામે કલમ-૩૦ (૧) (જ) ના ભંગનો અને નાણાકીય ગેરરીતિનો જે સ્વતંત્ર આરોપ સાબિત થયો છે તે આ હુકમ માટે પૂરતો આધાર છે. સરપંચને ફરજ બજાવવામાં ગેરવર્તણુક, સત્તાના દુરપયોગ તથા શરમજનક વર્તણુક માટે દોષિત ઠેરવીને તેમને સરપંચ પદેથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા છે.

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો