નારણ ગોહિલ લાખણી

ઇન્ડિયન આર્મીમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી વતન પરત ફરેલા લાલપુરના આર્મી જવાન શ્રી માવજીભાઈ દુદાજી ચૌધરીની ભવ્ય સન્માન રેલી યોજાઈ.
દેશની રક્ષા માટે પોતાના જીવનના કિંમતી વર્ષો સમર્પિત કરનાર અને ભારતીય સૈન્ય (ઇન્ડિયન આર્મી) માંથી ગૌરવપૂર્ણ સેવાનિવૃત્તિ મેળવીને પોતાના વતન લાલપુર પરત ફરેલા આર્મી જવાન શ્રી માવજીભાઈ દુદાજી ચૌધરીના ભવ્ય સ્વાગત અને સન્માન માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશસેવા પૂર્ણ કરી સ્વગૃહ પરત ફરેલા આ વીર જવાનને વધાવવા માટે લાલપુર પંથકના ગ્રામજનો, યુવાનો અને અગ્રણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રેલીની શરૂઆત લાલપુરના પ્રવેશદ્વારથી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ પુષ્પવર્ષા કરી ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા સાથે માવજીભાઈનું સ્વાગત કર્યું હતું.
ડીજેના તાલે અને ઢોલ-નગારાના અવાજ સાથે નીકળેલી આ રેલીમાં યુવાનોએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
રેલી લાલપુરના મુખ્ય માર્ગો પર ફરીને એકત્રિત સ્થળે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રી માવજીભાઈ ચૌધરીને શાલ ઓઢાડી, મોમેન્ટો આપીને તેમજ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.મુકેશ ભાઈ કારોબારી ચેરમેન
મહેશ ભાઈ દવે પૂર્વ તાલુકા પ્રમુખ
લખમણ ભાઈ ચોધરી
તેજા ભાઈ ભુરીયા હેમરાજ ભાઈ પટેલ નાનજી ભાઈ ચોધરી પ્રુવ શિક્ષણ સમિતિ ના ચેરમેન માંગીલાલ ભીખા ભાઈ ચોધરી પુર્વ ધારાસભ્ય માવજી ભાઈ ચેરમેન ધૂખા ભાઈ ઠાકોર પદમાજી પટેલ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ચૌધરી બાબરા ભાઈ પટેલ વણા ભાઈ સરપંચ પૂવૅ સરપંચ તલાજી ઠાકોર અજુજી ઠાકોર વગેરે આગેવાનો અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, “માવજીભાઈએ દેશની સરહદો પર રહીને જે નિષ્ઠા અને સાહસથી સેવાઓ આપી છે, તે લાલપુર પંથક અને સમગ્ર સમાજ માટે ગર્વની વાત છે. તેમનું જીવન આવનારી યુવા પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.”
જવાન શ્રી માવજીભાઈ દુદાજી ચૌધરીએ ગ્રામજનો અને પંથકવાસીઓ દ્વારા મળેલા આ અપાર પ્રેમ અને સન્માન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને દેશસેવાની આ ભાવના હંમેશાં જળવાઈ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી











