તારીખ ૧૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ગામના યુવાન જયેશભાઈ મહેરાએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પર્યાવરણ અને અધ્યાત્મનો સમન્વય સાધીને અનોખું વ્રત પૂર્ણ કરીને યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. યુવાન જયેશભાઈએ શ્રાવણ માસ દરમિયાન ત્રીસ દિવસ સુધી મિત્રો – સ્નેહીજનોને મળીને તેઓને બિલ્વ વૃક્ષના રોપાની ભેટ અને સાથે ગીતાજીનો શ્લોક આપવાનો સંકલ્પ કર્યો હતો. યુવાને બિલ્વ વૃક્ષના રોપાનું વિતરણ કરી લોકોને લુપ્ત થવા જઈ રહેલા વૃક્ષના સંરક્ષણ તથા પર્યાવરણ જતનના વિચારને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. વળી, ગીતાજીના શ્લોકના વિતરણ દ્વારા લોકોમાં માનવ્યતા નિર્માણ થાય તેવો ભાવ પ્રકટ કરવામાં આવ્યો હતો.











