મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આરુષિ અને આરવ ભાઈ-બહેને બનાવી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આરુષિ અને આરવ ભાઈ-બહેને બનાવી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ

મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે ગણેશોત્સવને લઈને અનોખી પહેલ જોવા મળી છે. ગામની આરુષિબેન કિરીટભાઈ અને તેમના નાના ભાઈ આરવે સાથે મળીને પર્યાવરણને અનુકૂળ એવી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી છે.

બંને ભાઈ-બહેને પોતાની સર્જનાત્મકતા અને મહેનતથી ગણેશજીની સુંદર મૂર્તિ બનાવી સમાજને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે. પરંપરાગત રીતે ગણેશજીની સ્થાપના અને પૂજા સાથે પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે.આરુષિબેન અને આરવની આ પહેલને ગ્રામજનો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને તહેવાર સાથે પ્રકૃતિનું પણ જતન થાય તેવો સુંદર સંદેશ આ ભાઈ-બહેને આપ્યો છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો