HALVAD:હળવદ પંથકમાં કેબલ ચોર ગેંગ સક્રિય: ત્રણ વાડીઓમાંથી હજારો રૂપિયાના કેબલ વાયરની ચોરી થતાં પોલીસ ફરિયાદ

HALVAD:હળવદ પંથકમાં કેબલ ચોર ગેંગ સક્રિય: ત્રણ વાડીઓમાંથી હજારો રૂપિયાના કેબલ વાયરની ચોરી થતાં પોલીસ ફરિયાદ

હળવદ પંથકમાં ખેતરોમાંથી કેબલ વાયર ચોરી કરતી ગેંગે હાહાકાર મચાવ્યો છે. નવા ઘનશ્યામગઢ, હળવદ ગામની સીમ અને કડિયાણા ગામે આવેલી ત્રણ અલગ-અલગ વાડીઓમાંથી અજાણ્યા તસ્કરો હજારો રૂપિયાના કેબલ વાયર ચોરી કરી જતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે હળવદ પોલીસ મથકમાં અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાઈ છે.

ચોરીની ત્રણ અલગ-અલગ ઘટનાઓ:નવા ઘનશ્યામગઢ: હળવદ શહેરમાં રહેતા દીપકભાઈ અંબારામભાઈ સંઘાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, નવા ઘનશ્યામગઢ ગામની ધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલી તેમની વાડીએથી અજાણ્યો ચોર ઈસમ ₹૧૫,૦૦૦ની કિંમતનો ૬ એમ.એમ.નો ૨૦૦ ફૂટ કેબલ વાયર ચોરી કરી ગયો હતો.

હળવદ (ઠળીયા પાટી ગોકુલનગરમાં રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હળવદ ગામની ઠળીયા પાટી સીમમાં આવેલી તેમની વાડીમાંથી ₹૧૨,૦૦૦ની કિંમતનો ૬ એમ.એમ.નો ૧૨૦ ફૂટ કેબલ વાયર ચોરી કડિયાણા ગામે રહેતા કનુભાઈ વાલાભાઈ ઠુંગાની સીમમાં આવેલી વાડીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ₹૧૫,૦૦૦ની કિંમતનો ૬ એમ.એમ.નો ૨૦૦ ફૂટ કેબલ વાયર ચોરી કરી ગયા હતા.એક જ પંથકમાં ઉપરાઉપરી બનેલી ચોરીની ઘટનાઓને પગલે હળવદ પોલીસે ત્રણેય ગુના નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો